[પાછળ]

 પિગ્મેલિયનથી માય ફેર લેડી અને સંતુ રંગીલી સુધીની યાદગાર સફર

‘સંતુ રંગીલી’ નાટક જેના પરથી લખાયું તે મૂળ કૃતિ Pygmalionનો ઈતિહાસ રસપ્રદ છે.

 

(૧) બર્નાર્ડ શૉ તેમના યુગના જાણીતા નાટ્યલેખક હતા. તેમણે એક એકથી ચડે એવા ૬૦થી વધુ નાટકો લખ્યા છે. તેમના બધા નાટકોમાંથી સૌથી વધુ લોકપ્રિયતા પામેલું પિગ્મેલિયન નાટક પહેલી વખત એપ્રિલ-મે ૧૯૧૨માં લખાયું. એવું મનાય છે કે Mrs Patrick Campbell (1865-1940) નામની પોતાની પ્રિય અભિનેત્રીને ધ્યાનમાં રાખીને શૉએ આ નાટક તૈયાર કર્યું હતું. થોડા દિવસો પછી શૉએ તે નાટક કેમ્પબેલને વાંચી સંભળાવ્યું. નાટક ભજવવાનું નક્કી થયું પણ કેમ્પબેલ બિમાર પડી જતાં નાટકની રજૂઆત વિલંબમાં પડી. દરમિયાન નાટકનો જર્મન ભાષામાં અનુવાદ થયો અને જર્મનીના વિએના શહેરના હોફબર્ગ થીએટરમાં ૧૬ ઓક્ટોબર, ૧૯૧૩ના રોજ પહેલી વખત તે ભજવાયું. આ જર્મન નાટક ન્યૂયોર્ક આવ્યું અને ત્યાંના ઈર્વિંગ પેલેસ થીએટરમાં ૨૪મી માર્ચ, ૧૯૧૪માં રજૂ થયું.

(૨) અનુવાદ થયેલ જર્મન નાટક ભજવાયા પછી મૂળ અંગ્રેજી નાટક પિગ્મેલિયન પહેલી વખત લંડનમાં તા. ૧૧મી એપ્રિલ, ૧૯૧૪ના રોજ ભજવાયું જેમાં કેમ્પબેલે એલાઈઝા ડૂલિટલની ભૂમિકા ભજવી. આ નાટક ભારે આવકાર પામ્યું અને ધડાધડ તેના ૧૧૮ શૉ થયા. ૪૯ વર્ષની પાકટ વયે માત્ર ૧૯ વર્ષની એલાઈઝા તરીકે તેમણે કરેલા અભિનયના ભારે વખાણ થયા. સરિતા જોશીને જેમ સંતુ રંગીલી તરીકે પુષ્કળ લોકચાહના મળી હતી તેમ કેમ્પબેલને પણ એલાઈઝા તરીકે ભારે લોકપ્રિયતા મળી. બર્નાર્ડ શૉ નાટકના રિહર્સલમાં હંમેશ હાજર રહેતા અને તેમાં વારંવાર ઉગ્ર વિખવાદ થતા હતા. ઓછામાં ઓછું ત્રણ વખત તો બર્નાર્ડ શૉએ ગુસ્સામાં ને ગુસ્સામાં નાટક છોડી દીધું હોવાનું નોંધાયું છે પણ દરેક વખતે તેમને મનાવી લેવામાં આવતા હતા. લંડન પછી ન્યૂયોર્કમાં આ અંગ્રેજી નાટક તા. ૧૨મી ઓક્ટોબર, ૧૯૧૪થી નિયમિત રજૂઆત પામ્યું.


૧૯૧૪માં ફૂલવાળી બનેલા કેમ્પબેલ

(૩) પિગ્મેલિયન નાટક ભજવાયા પછી પ્રથમ વખત તે નવેમ્બર ૧૯૧૪માં અમેરિકાના સામાયિક Everybody's Magazineમાં હપ્તાવાર છપાયું. તેનું શિર્ષક હતું – Pygmalion, A Romance in Five Acts. પછી તે પુસ્તક તરીકે છપાયું અને તેની એક પછી એક ઘણી આવૃત્તિ પ્રગટ થઈ. ૧૯૨૦માં આ નાટક તખ્તા પર નવેસરથી રજૂ થયું.


૧૯૧૪માં હપ્તાવાર પ્રકાશન

(૪) બર્નાર્ડ શૉને ૧૯૨૫ના વર્ષનો સાહિત્ય માટેનો નોબેલ પરસ્કાર મળ્યો. આ પુરસ્કાર સ્વીકારવા તેઓ જરા પણ રાજી ન હતા છતાં પત્નીના આગ્રહથી તેમણે માત્ર પ્રશસ્તિપત્ર સ્વીકાર્યું, પૈસા નહિ. તેમના નાટક પરથી ૧૯૩૮માં Pygmalion નામની બ્રિટીશ ફિલ્મ બની. બ્રિટીશ બોર્ડ ઓફ સેન્સર તરફથી તે ફિલ્મને ‘માત્ર પુખ્ત વયના માટે’ એટલે કે 'A' સર્ટિફીકેટ મળ્યું હતું. (કેમકે તેમાં ફિલ્મના પાત્રોને સમાજના ભદ્રવર્ગ માટે તે સમયના અસ્વીકાર્ય હોય તેવા શબ્દો બોલતા બતાવાયા હતા) આ ફિલ્મની પટકથા-સંવાદ ખૂદ બર્નાર્ડ શૉએ લખ્યા હતા અને તેમને આ પટકથા લખવા માટે તે વર્ષનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. બર્નાર્ડ શૉ એવા એકમાત્ર લેખક છે કે જેમને નોબેલ પુરસ્કાર અને ઓસ્કાર એવોર્ડ બન્ને મળ્યા હોય. (બર્નાર્ડ શૉ સિવાય કોઈ વ્યક્તિને આ બેઉ સન્માન હજુ સુધી મળ્યા નથી.) બર્નાડ શૉની ફિલ્મના સહદિગ્દર્શક લેસ્લી હોવાર્ડે તેમાં હિગીન્સનું પાત્ર ભજવ્યું અને વેન્ડી હીલર નામની અભિનેત્રીએ એલાઈઝા તરીકે અભિનય આપ્યો.


‘માત્ર પુખ્ત વયના માટે’નું સેન્સર પ્રમાણપત્ર

(૫) ૧૯૪૫ની સાલમાં Pygmalion નાટક નવા કલાકારો સાથે ફરી રજૂ થયું અને તે વખતે સૌથી વધુ વખત સુધી ભજવાતું રહ્યું હતું. તે તબક્કામાં તેના કેટલા શૉ થયા હતા તેની વિગત મળતી નથી. પણ તેની લોકપ્રિયતા બરકરાર રહી હતી. બર્નાડ શૉ તુંડમિજાજી-તીસમારખાંઓના પાદશાહ હતા. (આ ઉપાલંભયુક્ત સવિશેષ શબ્દો વાંચી ક્ષોભ અનુભવશો નહીં કેમકે તે તો પ્રખર બુદ્ધિશાળી માણસોને વગર મહેનતે મળતો સરપાવ છે એટલે કે ભારતીય આવકવેરા ધારાની ભાષામાં કહીએ તો તેમની unearnned income છે.) બાપ-જન્મારે ક્યારે ય સાચી અંગ્રેજી ભાષા ન બોલનારા અંગ્રેજો અને અમેરિકનો બન્નેને તેમણે આ નાટકમાં બે હાથે બરાબર ઝૂડ્યા હતા અને પ્રેક્ષકોએ તેમની વાતને બે હાથે તાળી વગાડી વધાવી લીધી હતી.


૧૯૪૫માં પિગ્મેલિયન નાટકનું પુનરાગમન

(૬) ૧૯૫૬ની સાલમાં આ જ નાટક બ્રોડવેના તખ્તા પર કેટલાંક ફેરફાર અને નવા ગીત-સંગીત સાથે My Fair Lady તરીકે નવો અવતાર પામ્યું. યુવાન અભિનેત્રી જૂલી એન્ડ્ર્યુઝે એલાઈઝા તરીકે પોતાના નામના નવા સિક્કા પડાવ્યા તો રેક્સ હેરિસને પ્રોફેસર હિગીન્સ તરીકે પ્રેક્ષકોના દિલ પર રાજ કર્યું. My Fair Lady નાટક ૧૯૬૨ની સાલ સુધી ભજવાયું અને તેના કુલ ૨,૭૧૭ શૉ થયા! (આ વેબપૃષ્ઠની પશ્ચાદ્ ભૂમિમાં જે ઝાંખું ચિત્ર દેખાય છે તે My Fair Lady નાટકમાં એલાઈઝાનું પાત્ર ભજવી રહેલી જૂલી એન્ડ્ર્યુઝનું છે.) પિગ્મેલિયન કરતાં પણ માય ફેર લેડી નાટકને ઘણી વધુ સફળતા એટલા માટે મળી કે તેમાં બુદ્ધિના આટાપાટા ઉપરાંત લાગણીના તાણાવાણાને બહુ સુંદર રીતે ઉમેરવામાં આવ્યા હતા. બર્નાર્ડ શૉ કરતાં પણ રૂપાંતરકાર એલન લર્નર અને ફ્રેડરિક લૂવની જોડી બે વેંત ઊંચી સાબિત થઈ.


માય ફેર લેડી નાટકમાં જૂલી અને રેક્સ હેરિસન

(૭) ૧૯૬૪ની સાલમાં My Fair Lady ફિલ્મ બની જેમાં એલાઈઝા તરીકે જૂલીના બદલે ઓડ્રી હેપબર્નને લેવામાં આવી અને તેણે પણ યાદગાર અભિનય આપ્યો. My Fair Lady ફિલ્મ માત્ર અમેરિકા કે યુરોપમાં નહિ એશિયામાં પણ ભારે સફળ થઈ. ૧૯૬૫માં આ ફિલ્મ ભારતમાં આવી અને મુંબઈમાં ચર્ચગેટ સ્ટેશન સામે આવેલા ઈરોઝ સિનેમામાં રજૂ થઈ તથા હાઉસફૂલના બોર્ડ ઝૂલાવતા રહી પૂરા ૨૫ અઠવાડિયા ચાલી. આ ફિલ્મને ૧૯૬૪ના વર્ષના આઠ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા.


૧૯૬૪માં બનેલી સફળ ફિલ્મ

(૮) ૧૯૭૩ની સાલમાં મધુરાયે તેનું ગુજરાતી અવતરણ ‘સંતુ રંગીલી’ના નામે કર્યું. સંતુ એ આમ તો ચુનીલાલ મડીયાની નવલકથા ‘લીલુડી ધરતી’ પરથી ૧૯૬૮માં એ જ નામની બનેલી એક ફિલ્મના મુખ્ય પાત્રનું નામ હતું. આ ફિલ્મમાં અવિનાશ વ્યાસે એક ગીત લખ્યું હતું–

પીટ્યા બધા ગામલોકો કહે છે મને સંતુ સંગીલી  !
મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી’ !


ફિલ્મમાં સંતુનું પાત્ર ભજવ્યું હતું ડેઈઝી ઈરાનીએ. આ રીતે જોતાં ‘સંતુ રંગીલી’ નામના સર્જક અવિનાશ વ્યાસ કહેવાય. 
જો કે જાણકારોના કહેવા પ્રમાણે અવિનાશભાઈને આ પ્રેરણા જૂની રંગભૂમિ પરથી મળી હોય તો નવાઈ નહિ કેમકે દેશી નાટક સમાજનું પ્રભુલાલ દ્વિવેદી લિખિત એક નાટક ‘અજયધારા’ ૧૯૨૯ની સાલમાં ભાંગવાડીમાં રજૂ થયું હતું. આ નાટકના પ્રહસન વિભાગમાં સંતુ અને ટીડો એમ બે પાત્રો આવતા હતા. એટલું જ નહિ પણ સંતુનું પાત્ર ‘આ ગામમાં સ્યેં રહેવાય રે, મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી’ એવું એક ગીત પણ રજૂ કરતું હતું. વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદી લિખિત પુસ્તક ‘મીઠા ઊજાગરા’ (પ્રકાશકઃ એન.એમ. ત્રિપાઠી, પૃષ્ઠ ૪૨-૪૩) પર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એવું મનાય છે કે પ્રવીણ જોશીને આ સંતુ રંગીલી નામ ઘણું ગમી ગયું અને તેમણે મધુરાયને My Fair Ladyનો ગુજરાતી અવતાર લખવાનું અને તેના મુખ્ય પાત્રનું નામ સંતુ રંગીલી રાખવાનું કહ્યું. મધુરાયના ‘સંતુ રંગીલી’ નાટકને જોઈને પુ.લ. દેશપાંડેએ મરાઠીમાં ‘તી ફૂલરાણી’ નામની સુંદર સંગીત નાટિકાનું ૧૯૭૫માં સર્જન કર્યું અને તેના પણ આશરે ૭૫૦ શૉ ભજવાયા. ૧૯૭૬માં ગુજરાતી ભાષામાં ‘સંતુ રંગીલી’ ફિલ્મ પણ બની પરંતુ તે નાટક જેટલી પ્રેક્ષકોની માનીતી બની શકી નહિ. આ ફિલ્મ સાથે મધુરાય કોઈ પ્રકારે સંકળાયેલા ન હતા. ૨૦૧૩માં ‘સંતુ રંગીલી’ નાટક નવા કલાકારો સાથે ફરી રજૂ થયું હતું પરંતુ જેમણે પ્રવીણ જોશી અને સરિતા જોશીના અભિનયવાળું નાટક જોયું છે તે તેને કદી ભૂલી શકે એવું જણાતું નથી.


૧૯૭૩ની મધુરાયની ‘સંતુ રંગીલી’

૧૯૬૪ની ‘માય ફેર લેડી ફિલ્મ’માં જાણે આપણાં કવિ નાનાલાલની ડોલનશૈલીમાં લખાયા હોય તેવા જે બે નાટકીય ‘પુરુષ-સહજ-પ્રલાપ’ છે તે માવજીભાઈને ખૂબ ગમે છે. એલન જે. લર્નર દ્રારા લખવામાં આવેલા આ પ્રલાપ તમે પણ વાંચો, સાંભળો અને માણોઃ
Why can't a woman be
more like a man?


Henry Higgins:
Women are irrational
That's all there is to that
Their heads are full of
Cotton, hay and rags

They're nothing but exasperating
Irritating, vacillating, calculating
Agitating, maddening
And infuriating hags

Yes, why can't a woman
be more like a man?

Men are so honest, so thoroughly square
Eternally noble, historically fair
Who, when you win
Will always give your back a pat.
Why can't a woman be like that?

Why does every one do
What the others do?
Can't a woman learn to use her head?

Why do they do everything
Their mothers do?
Why don't they grow up
Well, like their father instead?
Why can't a woman take after a man?

Men are so pleasant, so easy to please
Whenever you're with them
You're always at ease

Would you be slighted
If I didn't speak for hours?
(
PICKERING. Of couse not.)

Would you be livid
If I had a drink or two?
(
PICKERING. Nonsense!)

Would you be wounded
If I never sent you flowers?
(
PICKERING. Never!)

Well, why can't a woman be like you?

One man in a million may shout a bit
Now and then
There's one with slight defects
One perhaps whose truthfulness
you doubt a bit
But by and large
We are a marvelous sex
Why can't a woman take after a man?

Cause men are so friendly
Good-natured and kind
A better companion you never will find

If I were hours late for dinner
would you bellow?
(
PICKERING. Of couse not.)

If I forgot your silly birthday
Would you fuss?
(
PICKERING. Nonsense!)

Would you complain
If I took another fellow?
(
PICKERING. Never.)

Well, why can't a woman be like us?

ક્લીક કરો અને સાંભળોઃ


આ જ પ્રકારનું એક સુંદર
હિન્દી ફિલ્મી ગીત પ્રસૂન જોશીએ
લખ્યું છે. સાંભળવું હોય તો આ રહ્યું

I'm An Ordinary Man

Henry Higgins:
I find the moment I let a woman
Make friends with me
She becomes jealous, exacting
Suspicious and damned nuisance.

And the moment I make friends with
A woman I become selfish and tyrannical.

I'm an ordinary man,
Who desires nothing more
Than an ordinary chance
To live exactly as he likes
And do precisely what he wants.

An average man am I
Of no eccentric whim
Who likes to live his life
Free of strife
Doing whatever he thinks is best, for him,
Oh... just an ordinary man.

But, let a woman in your life
And your serenity is through
She'll redecorate your home
From the cellar to the dome
Then go on to the enthralling fun
Of overhauling you!

Let a woman in your life
And you're up against the wall
Make a plan and you will find
She has something else in mind
So rather than do either
You do something else
That neither likes at all!

You want to talk of Keats and Milton
She only wants to talk of love
You go to see a play or ballet
And spend it searching for her glove

Let a woman in your life
And you invite eternal strife
Let them buy their wedding bands
For those anxious little hands
I'd be equally as willing
For a dentist to be drilling
Than to ever let a woman in my life!

I'm a very gentle man,
Even tempered and good natured
Whom you never hear complain
Who has the milk of human kindness
By the quart in every vein,

A patient man am I
Down to my fingertips,
The sort who never could
Ever would
Let an insulting remark escape his lips
Very gentle man...

But, Let a woman in your life,
and patience hasn't got a chance,
She will beg you for advice
Your reply will be concise,
And she will listen very nicely and
Then go out and do precisely
What she wants!!!

You are a man of grace and polish
Who never spoke above a hush
Now all at once you're using language
That would make a sailor blush,

Let a woman in your life,
and you're plunging in a knife,

Let the others of my sex
Tie the knot around their necks
I prefer a new edition
Of the Spanish Inquisition
Than to ever let a woman in my life

I'm a quiet living man,
Who prefers to spend the evening
In the silence of his room
Who likes an atmosphere as restful
As an undiscovered tomb,

A pensive man am I
Of philosophical joys
Who likes to meditate, contemplate,
Free from humanities mad, inhuman noise,
Quiet living man....

But, let a woman in your life
And your sabbatical is through
In a line that never ends
Comes an army of her friends,
Come to jabber and to chatter
And to tell her
What the matter is with you!

She'll have a booming, boisterous family
Who will descend on you en mass
She'll have a large, Wagnarian mother
With a voice that shatters glass!

Let a woman in your life,
Let a woman in your life,
Let a woman in your life
I shall never let a woman in my life.

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]